શિક્ષણ ને લગતી માહિતી Help 4 Schools & Teachers પર આપનું સ્વાગત છે. - મેહુલ પટેલ, સુરેન્દ્રનગરBlogger Templates --► પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર dt.8/3/99 --► ટ્રાવેલિંગ એલાઉન્સનો નવો પરિપત્ર dt.-૦૩/૧૦/૨૦૧૨

16 ઑક્ટો, 2012

  • બોર્ડ દ્વારા SSC  ના ઓનલાઈન ફોર્મ ભરવા માટે ની મુદત માં વધારો કરવામાં આવેલ છે .  પહેલા છેલ્લી તારીખ 31/10/2012 હતી તે વધારીને હવે નવી તારીખ 15/11/2012 કરવામાં આવેલ છે .
  • ધોરણ 12 સામાન્ય પ્રવાહ ના ઓનલાઈન  ફોર્મ 11/10/2012 થી ભરવાના શરુ કરવાના હતા તે હવે 1/11/2012 થી શરુ થશે .   વધુ માહિતી માટે નીચેની લીંક પર કિલક કરો ...
         Press Note For SSc-2013 Online Examination Registration

15 ઑક્ટો, 2012

ડો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવરસીટી ના b.ed  ના આભ્યાસ ક્રમ ની એન્ટ્રન્સ એક્ષામ નું રીઝલ્ટ આવી ગયું છે રીઝલ્ટ જોવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો


--------------------------------------------------------------

ધોરણ -6 થી 8 ની  બીજા સત્રની textbook  ડાઉનલોડ કરવા પ્રાથમિક વિભાગમાં જુઓ 

ધોરણ -9 થી 12 ની  બીજા સત્રની textbook  ડાઉનલોડ કરવા માધ્યમિક  વિભાગમાં જુઓ

12 ઑક્ટો, 2012

ગુજરાત સરકાર દ્વારા  સરકારી કર્મચારી ની ભરતી માટે મહતમ વય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે 

અત્યાર સુધી સ્નાતક શૈક્ષણિક લાયકાત હોય અને મહતમ વય મર્યાદા 28 હોય તેમની હવે પછીની નવી સુધારેલી મહતમ વય મર્યાદા 30 ની અને જે સ્નાતક શૈક્ષણિક લાયકાત કરતા ઓછી હોય  અને મહતમ વય મર્યાદા 25 હોય તેમની હવે પછીની નવી સુધારેલી મહતમ વય મર્યાદા 28  કરવામાં આવેલ છે 

વિગત વાર પરિપત્ર જોવા ઉપર મેનુ માં આપેલ વહીવટી વિભાગ માં જુઓ ......

10 ઑક્ટો, 2012

ડો . બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટી માં શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક સ્ટાફ ની ભરતી ચાલુ છે આ ભરતી માટે ONLINE FORM તારીખ 31-10-2012 સુધી અને OFFLINE (BY POST ) થી 5-11-2012 સુધી અરજી કરી શકશે ....

વધુ માહિતી માટે નીચે આપેલ લીન્કો જુઓ ...

9 ઑક્ટો, 2012

હવે દરેક કર્મચારી ને મેડીકલ એલાઉન્સ રૂ./-100 ના બદલે રૂ./-૩૦૦ મળશે તથા ટી.એ.-ડી.એ. પણ છઠ્ઠા પગાર પંચ મુજબ મળશે તથા ટ્રાવેલિંગ એલાઉન્સ માં પણ સરકાર શ્રી  દ્વારા ફેરફાર કરેલ છે.  છઠ્ઠા પગાર પંચ મુજબ ટી.એ.-ડી.એ. નો  તથા ૩૦૦ રાજાનું રોકડમાં રૂપાંતર ના તારીખ - ૩/૧૦/૨૦૧૨ નવા પરિપત્રો જોવા ઉપર દર્શાવેલ વહીવટી પરિપત્રો માં જુઓ ......

8 ઑક્ટો, 2012

મિત્રો મેં આ બ્લોગ બનાવ્યો તેના હજુ થોડાજ દિવસો થાય છે. મેં આ બ્લોગ બનાવ્યો ત્યારથીજ તમારા બધાનો ખુબ સાથ સહકાર મળેલ છે. તમારા મંતવ્યો મારા માટે ખુબજ અગત્યના છે માટે મેં તમારા મંતવ્યો  માટે મારો ઈ-મેઈલ આઈડી આપેલ પણ તેમાં સૂચનો કે મંતવ્યો આપવામાં બધાજે ખુબજ મુશ્કેલી પડતી આથી મેં ૧ ગેસ્ટ બૂક તૈયાર કરી છે, તેમાં તમે સરળતા થી તમારા સૂચનો અને મંતવ્યો આપી શકશો આ બૂક "તમારો અભિપ્રાય આપવા અહી ક્લિક કરો" લખીને જમણી સાઈડ માં મુકેલ છે, તો તમને જણાતા સૂચનો જરૂર થી જનાવાસો...-Mehul Patel

-------------------------------------------------------------------------------------------


6 ઑક્ટો, 2012

ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી  માં હાલ SLP 9950-10021/2012 ના ચુકાદાને આધિન રહેવાની શરતે Sociology, Psychology, Philosophy & Home Science વિષયોની અરજી સ્વીકારવામાં આવે છે.

---------------------------------------------------------- 

હાલ ધોરણ 10 ના ઓનલાઈન  ફોર્મસ ભરવા ના ચાલુ છે પરંતુ સર્વર ખુબજ ધીમું પડે છે 1 ફોર્મસ ભરતા અંદાજે 40 થી 45 મિનીટ નો સમય થાય છે અને ફોટો તથા સહી અપલોડ કરતા ખુબજ વધુ સમય ની જરૂર પડે છે મોટા ભાગની શાળામાં કોમ્પ્યુટર શિક્ષક ને ફોટા ને 20 kb માં કન્વર્ટ કરતા નથી આવડતું તે કામ તેમને બહાર કરાવવું પડે છે માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું કામ ખુબજ કંટાળા જનક છે 

દુખ એ વાતનું છે કે  સમયનો વ્યય થાય છે. એ વાત ચોક્ક્સ છે કે ઓનલાઈન ફોર્મ ભરવાથી ફાયદા ઘણા બધા છે પરંતુ ફોર્મ સર્વર પણ મજબૂત ઝડપી હોવું જોઈએ. હેલ્પ લાઈન ફોન પર પ્રશ્ન પૂછતાં જવાબ મળે છે કે શાળા સમય દરમ્યાન ફોર્મ ભરતાં તકલીફ પડશે કારણકે આખા ગુજરાતમાંથી એકસાથે ફોર્મ ભરાય છે તેથી સર્વર બીઝી રહે છે. 

 શું એવો કાર્યક્રમ ન બનાવી શકાય કે ચોક્ક્સ તારીખમાં ત્રણથી ચાર જિલ્લાજ ફોર્મ ભરે ત્યારબાદ બીજી ચોક્ક્સ તારીખમાં બીજા ત્રણથી ચાર જિલ્લા ફોર્મ ભરે. આનાથી સર્વર બીઝી પણ ન રહે અને અફડાતફડી અટકે.

3 ઑક્ટો, 2012


અત્યાર સુધી ફાજલનું રક્ષણ ૧૯૯૮ સુધી છે. સરકારશ્રી ફાજલનું  રક્ષણ ૨૦૧૨ સુધી લંબાવે તો ચોંકી જતા નહિ. ફાજલ રક્ષણ લંબાવવામાં સરકારશ્રીને કોઈ આર્થિક નુક્શાન નથી. 
રાહ જુઓ. નજીકના સમયમાં ફાજલ રક્ષણ - ઉચ્ચત્તર ભરતી તથા અન્ય માગણીઓ પ્રત્યે હકારાત્મક સમાચાર કદાચ મળી શકે. 



ગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે.આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ, 20મી ડિસેમ્બરનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે
દેશનાં ચૂંટણીપંચ દ્વારા બુધવારની સાંજે ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણીઓની તારીખો જાહેર કરી હતી. ગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. તા. 20મી ડિસેમ્બરનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયાઓ તા. 25મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની રહેશે. આ સાથે જ ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે.

1 ઑક્ટો, 2012


તા. ૦૧/૧૦/૨૦૧૨ થી તા. ૩૧/૧૦/૨૦૧૨ સુધી ધોરણ ૧૦ ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઈન પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કેબી કે તેનાથી ઓછી સાઈઝમાંઅપલોડ કરવાની છે. આ માટે કામમાં સરળતા રહે તે માટે  અહી નીચે એટેચ કરેલ એક્સેલ શીટ ખોલી   ફોટા તથા સહીના પેઈઝની પ્રિંટ કરો. સાથે  હેલ્પ પણ આપેલ છે તેને પણ ડાઉનલોડ કરી શકો છે જે તમેને  ફોટા તથા સહીને  20 KB માં કન્વર્ટ કરવા માં મદદ કરશે ...


27 સપ્ટે, 2012

NewPress Note For STD-11 & 12th Science Exam Pre List (Oct-2012) 


દિવાળી વેકેસન તા-8-11-2012 ના રોજ પડવાનું હતું, પરંતુ બોર્ડે તે તારીખ માં ફેરફાર કરી ને તેને તા-12-11-2012 કરેલ છે ...વધુ માહિતી માટે નીચેની લીનક પર ક્લિક કરો
.
દિવાળી વેકેસન 2012 માં ફેરફાર તથા અન્ય માહિતી




26 સપ્ટે, 2012

મિત્રો - તા. ૨૮/૦૯/૨૦૧૨ ના રોજ ગુ.મા.શિ.બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માટે બાયસેગ પર માર્ગદર્શન આપવામાં આવનાર છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે અગાઉથી જો નીચે બતાવેલ નમૂના પર વિધાર્થીઓ ના  ડેટા તૈયાર કરેલ હોયતો ફોર્મ ભરતી વખતે બધીજ માહિતી હાજર હોવાથી સરળતાથી ફોર્મ ભરી શકાય. નીચે એક્સેલની શીટ્સ આપેલ છે. તમે બનાવેલ સર્વગ્રાહી માંથી નામ કોપી કરી આ પત્રક માં પેસ્ટ કરવાથી શીટ - 2 માં રોલ નંબર અને નામ આવી જશે જેથી ફોટો અને સહી એકસાથે થઇ જાય 
ધોરણ 10 ના આવેદનપત્ર (ફોર્મ) ઓનલાઈન ભરવા માટે photo-sign format 



ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦ શિક્ષકો -  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ ૩૫૦૦ શિક્ષકો)ની  ભરતી તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org  www.ptcgujarat.org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે

17 સપ્ટે, 2012

 અનુસુચિત જાતી કલ્યાણ ગુજરાત  રાજ્ય કચેરી અધિક્ષક તેમજ મદદનીશ શિક્ષક (ઉ. માધ્યમિક)  વર્ગ -૩ ની સીધી ભરતી માટેના ફોર્મ http://ojas.guj.nic.in/ પર તા.  ૨૦ /૦૯ /૨૦૧૨ થી તા. ૧૦/૧૦/૨૦૧૨ સુધી ભરાશે...વધુ માહિતી માટે નીચે આપેલ link જુઓ



-----------------------------------------------------------------------------------------------------------------

-----------------------------------------------------------------------------------------------------------------
 બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાનાં આચાર્ય /વહીવટી કર્મચારીને વાહન ભાથું મળવા પાત્ર છે વધુ માહિતી માટે નીચેનો પરિપત્ર જુઓ 

16 સપ્ટે, 2012

Supreme Court Salary કેસ  Next Date of listing is : 12/10/2012

 અંદાજીત  ૧૨-૨૦૧૨  ના રોજ ચૂંટણી જાહેર થાયતો ૬૦ દિવસ અગાઉ આચારસંહિતા લાગુ પડે અને આચારસંહિતા વખતે નાણાકીય નિર્ણય લગભગ લઈ શકાય નહિ. સુપ્રિમ કોર્ટના કેસની નવી મુદત તારીખ ૧૨/૧૦/૨૦૧૨ છે. જે વખતે લગભગ ચૂંટણી આચારસંહિતા લાગી ગઈ  હશે .

15 સપ્ટે, 2012


તા. ૧૩/૦૯/૨૦૧૨ થી તા. ૨૫/૦૯/૨૦૧૨ સુધી ગાંધીનગર ખાતે નવા બનાયેલા રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાનો કેમ્પ રાખેલ છે. તા.18/9/2012 ના રોજ STTI-GANDHINAGAR ખાતે સવારે ૧૦-૩૦ કલાકે  સુરેન્દ્રનગર   જિલ્લાનો ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના રોસ્ટર પ્રમાણિત કરવાનો કેમ્પ છે. અન્ય જિલ્લાના કેમ્પ પણ ગોઠવાશે
 

12 સપ્ટે, 2012

વિવિધ રાજાઓ અંગેની માહિતી જોવા  અને  
L.C. ને લાગત્તો dt.6/9/2012 નો નવો પરિપત્ર જોવા માટે વહીવટી પરિપત્રો માં જુઓ